Топ-100
Back

ⓘ આરોગ્ય સેતુ ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ આવેલા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસિત એક કોવિડ-૧૯ રોગનું સ્વ મૂલ્યાંકન ..



આરોગ્ય સેતુ
                                     

ⓘ આરોગ્ય સેતુ

આરોગ્ય સેતુ ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ આવેલા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસિત એક કોવિડ-૧૯ રોગનું સ્વ મૂલ્યાંકન, ફેલાવાની જાણકારી તેમજ કોન્ટેક્ટ ટ્રેસિંગ અંગેની મોબાઇલ એપ્લિકેશન છે.

આ એપ્લિકેશનનો હેતુ ભારતની જનતામાં જાગૃતિ ફેલાવવાનો અને આવશ્યક આરોગ્ય સેવાઓ સાથે તેમને જોડવાનો જણાવવામાં આવ્યો છે. આ એક ટ્રેકિંગ એપ્લિકેશન છે, જે કોરોનાવાયરસ ચેપ વિશે માહિતી મેળવવા માટે સ્માર્ટફોનની જીપીએસ અને બ્લૂટૂથ સુવિધાઓનો ઉપયોગ કરે છે. આરોગ્ય સેતુ એન્ડ્રોઇડ અને iOS મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ્સ માટે ઉપલબ્ધ છે. બ્લૂટૂથ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ એપ તેના ડેટાબેઝમાં રહેલી માહિતીનો ઉપયોગ કરીને જો કોઇ કોવિડ-૧૯ ચેપગ્રસ્ત વ્યક્તિ નજીક હોય તો વપરાશકર્તાને ચેતવણી આપે છે.

આ એપ્લિકેશન એ કોરોના કવચ એપનું નવું સંસ્કરણ છે, જે ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે.

                                     

1. વિશેષતાઓ

આરોગ્ય સેતુમાં ચાર વિભાગો છે. જેમ કે, તમારી સ્થિતિ, સ્વ મૂલ્યાંકન, કોવિડ-૧૯ રોગચાળાની છેલ્લી માહિતી અને ઇ-પાસ જે હજુ સક્રિય થવાનું બાકી છે. તમારી સ્થિતિ વપરાશકર્તા માટે કોવિડ-૧૯ થવાનું જોખમ કહે છે. સ્વ મૂલ્યાંકન વપરાશકર્તાને ચેપ લાગવાનું જોખમ જણાવે છે. કોવિડ-૧૯ અપડેટ સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે કોવિડ-૧૯ના ફેલાવા અંગે છેલ્લી માહિતી આપે છે.

આરોગ્ય સેતુ હાલમાં ૧૧ ભાષાઓમાં ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં વધુ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ થશે. આ એપમાં પ્રવેશ કર્યા પછી વપરાશકર્તાને આરોગ્ય અને અન્ય માહિતીઓ પૂરી પાડવાનું કહેવામાં આવે છે.

                                     

2. પ્રતિભાવ

આરોગ્ય સેતુ રજૂ થયાના ત્રણ દિવસમાં જ પચાસ લાખ ડાઉનલોડ પાર કરી ગયી હતી, જે વડે તે સરકારી એપ્લિકેશનોમાં સૌથી વધુ લોકપ્રિય એપ બની છે. તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોબાઇલ એપ્લિકેશન છે, જે ૨ એપ્રિલ ૨૦૨૦ના રોજ રજૂ થયાના માત્ર ૧૩ દિવસમાં જ લગભગ ૫ કરોડ જેટલા મોબાઇલ પર સ્થાપિત થયેલી છે.

૨૯ એપ્રિલ ૨૦૨૦ના રોજ કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ માટે આરોગ્ય સેતુનો ઉપયોગ ફરજિયાત બનાવ્યો હતો. ત્યાર પછી કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આરોગ્ય સેતુને "અત્યાધુનિક સર્વેલન્સ સિસ્ટમ" ગણાવી હતી. જોકે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે આ દાવાને નકારી કાઢ્યો હતો અને જણાવ્યું હતું કે આ મોબાઇલ એપનો ઉપયોગ સલામત છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેના વખાણ થયા છે.

૨૬ મે, ૨૦૨૦ના રોજ સલામતી અને અંગતતા વિશે ઉઠેલા પ્રશ્નોના કારણે મોબાઇલ એપનો સોર્સ કોડ જાહેરમાં ઓપનસોર્સ હેઠળ મૂકવામાં આવ્યો હતો. વધુમાં મંત્રાલયે તેમાં રહેલી ખામીઓને શોધી કાઢવા માટે બગ બાઉન્ટી કાર્યક્રમની ઘોષણા કરી હતી.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →